તળાજા: શેત્રુંજીમાં ગેરકાયદે રેતી ખનન મામલે 7 સામે સરકારી ફરજમાં રૂકાવટની ફરિયાદ
તળાજા તાલુકાના ભેગાળી ગામ નજીક શેત્રુંજી નદી વિસ્તારમાં ગેરકાયદે રેતી ખનન સામે કાર્યવાહી કરવા ગયેલી ખાણ-ખનિજ વિભાગની ટીમ સાથે અસભ્ય વર્તન કરી સરકારી ફરજમાં રૂકાવટ ઉભી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી ગોવિંદ નાથાભાઈ પીઠીયા, માઇન્સ સુપરવાઈઝરે નોંધાવેલી ફરિયાદ મુજબ, 6 જુલાઈના રોજ પેટ્રોલિંગ દરમિયાન ભેગાળી ગામ નજીક શેત્રુંજી નદી વિસ્તારમાં ગેરકાયદે રેતી ભરેલા ટ્રેક્ટરો ઝડપાયા હતા. તપાસ દરમિયાન કેટલાક શખ્સોએ ટીમને સહકાર આપવાના બદલે વિરોધ ક