ગોધરા: શહેરાના વાધજીપુર ગામે ભેંસ અચાનક તોફાની બનતા પશુપાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત, ગોધરા સિવિલમાં સારવાર હેઠળ
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાધજીપુર ગામે એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. ગામમાં પશુ ચરાવવા નીકળેલા એક યુવકને પોતાની જ ભેંસે મોતનો ડર બતાવ્યો હતો. અચાનક તોફાની બનેલી ભેંસે માલિકને પથ્થરના ઢગલા પર પછાડતા યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે.મળતી માહિતી મુજબ, વાધજીપુર ગામના રહેવાસી વિક્રમભાઈ બારિયા પોતાની ભેંસને લઈને ચરાવવા માટે નીકળ્યા હતા. ભેંસનું દોરડું તેમના હાથમાં જ હતું. આ દરમિયાન ભેંસ કોઈ કારણોસર એકાએક તોફાની બની હતી અને દોડવા લાગી