ભુજ: કચ્છમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસ સજ્જ; ભ્રષ્ટાચારના મુદ્દે ભાજપ પર પ્રહારો
Bhuj, Kutch | Apr 3, 2026 કચ્છમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસ સજ્જ; ભ્રષ્ટાચારના મુદ્દે ભાજપ પર પ્રહારો કચ્છમાં આગામી નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને લઈ કોંગ્રેસે ભુજમાં પત્રકાર પરિષદ યોજી હતી. જિલ્લા પ્રમુખ વી.કે. હુંબલે ભાજપ સરકાર પર વિકાસ કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર, બેરોજગારી અને નશાખોરીના ગંભીર આરોપો લગાવ્યા હતા. કોંગ્રેસે પરિવર્તનનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે, સત્તા પર આવતા જ ગરીબો માટે નવી યોજનાઓ અને સાચું પંચાયતી રાજ અમલી બનાવશે.