સોનગઢ: સોનગઢની નંદનવન સોસાયટીમાં નવરાત્રી પર્વે શસ્ત્ર પૂજનનું આયોજન
Songadh, Tapi | Oct 20, 2026 તાપી જિલ્લાના સોનગઢ સ્થિત નંદનવન સોસાયટીમાં નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે રહીશો દ્વારા ભક્તિભાવપૂર્વક શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. અસત્ય પર સત્યના વિજયના પ્રતિકરૂપે શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્રોનું પૂજન-અર્ચન સંપન્ન થયું હતું.