થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ પાસે આજે એક મોટરસાઈકલ અને યુવક-યુવતીના ચંપલ બિનવારસી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. કેનાલની દીવાલ પાસે આ ચીજવસ્તુઓ મળી આવતા કોઈ યુગલે કેનાલમાં પડતું મૂક્યું હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.