અસારવા: AMCની તિજોરી છલકાઈ: સિંધુભવન રોડ કાદવ કિચડથી ખરાબ કરનાર ZADE ગ્રુપને 5 લાખનો દંડ, એડવાન્સ ટેક્સ રિબેટથી 980 કરોડની આવક
AMCની તિજોરી છલકાઈ: સિંધુભવન રોડ કાદવ કિચડથી ખરાબ કરનાર ZADE ગ્રુપને 5 લાખનો દંડ, એડવાન્સ ટેક્સ રિબેટથી 980 કરોડની આવક અમદાવાદ શહેરને દેશના સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ મળ્યો છે, ત્યારે આ ગૌરવ જાળવી રાખવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) જાહેર રોડ પર ગંદકી કરનારા તત્વો સામે લાલ આંખ કરી રહ્યું છે. શહેરના પોશ ગણાતા સિંધુભવન રોડ પર કન્સ્ટ્રક્શન સાઇટના વાહનો દ્વારા ગંદકી ફેલાવવા બદલ એક જાણીતા બિલ્ડર ગ્રુપને ₹5 લાખનો આકરો દંડ ફટકારવામાં આવ્યો છે