GUJCTOC આરોપી હુસેન સુન્ની અને મનોજ ત્રિવેદી ઝડપાયા
મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે સદર સ્થળે રેડ કરી મોપેડ પર હાજર બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા ઇસમોની પૂછપરછ અને અંગજડતી કરતાં (૧) હુસેન ઉર્ફે રસીઈ કાદરમિયાં સુન્ની (રહે. કારેલીબાગ) અને (૨) મનોજ અશોકભાઈ ત્રિવેદી (રહે. વારસિયા) હોવાનું બહાર આવ્યું હતું. આરોપીઓ પાસેથી પ્લાસ્ટિકની પારદર્શક થેલીઓમાં ભરેલો કથ્થઈ રંગનો પાવડર મળી આવ્યો હતો, જેની FSL દ્વારા પ્રાથમિક તપાસ કરાતા તે મેફેડ્રોન (MD) ડ્રગ્સ હોવાનું ફલિત થયું હતું.પોલીસે આરોપીઓ પાસેથી કુલ ૫૧.૫૪૦ ગ્રામ વજનનું એમ.ડી. ડ્રગ્સ (કિંમત રૂ. ૧,૫૪,૬૩૦/-), ૪ મોબાઇલ ફોન, ડિજિટલ વજન કાંટો, ખાલી થેલીઓ, રોકડા રૂ. ૨,૦૦૦/- તથા સુઝુકી બર્ગમેન સ્કુટર સહિત કુલ રૂ. ૧,૮૭,૬૩૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પકડાયેલા મુખ્ય આરોપી હુસેન કાદરમિયાં સુન્ની વિરુદ્ધ અગાઉ રાયોટિંગ, લૂંટ, ઘાડ, ખંડણી, ખૂનની કોશિશ, મારામારી, ચોરી, પ્રોહીબિશન અને જુગાર જેવા ગંભીર ગુના