ગોધરા: જિલ્લાની સાત તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા સંપન્ન, ગોધરા તાલુકા પંચાયતના ભાજપ પ્રેરિત ઉમેદવારો બિનહરી
પંચમહાલ જિલ્લાની સાત તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થઈ છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ આધારિત ઉમેદવારોની વરણી કરવામાં આવી છે. આ પ્રક્રિયા અંતર્ગત ગોધરા તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન યથાવત રહ્યું છે. ગોધરા તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે લીલાબેન પટેલ અને ઉપપ્રમુખ પદ માટે પુરુષોત્તમ બારીયા સામે અન્ય કોઈ ફોર્મ ન ભરાતા, ચૂંટણી અધિકારી દ્વારા તેમને બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા. નવનિયુક્ત પ્રમુખ લીલાબેન પટેલે શીર