તળાજા: ગઢુલા ગામે તળાવ તૂટતાં ગામમાં ઘૂસ્યા વરસાદી પાણી, ઘરોમાં પાણી ભરાતા ગ્રામજનોમાં ભારે રોષ
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગઢુલા ગામમાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે તળાવ તૂટતાં ગામના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી આવ્યાં છે. જેના કારણે અનેક રહેણાંક મકાનોમાં પાણી ભરાઈ જતાં લોકોના જનજીવન પર ગંભીર અસર પડી છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ઘરોમાં પાણી ભરાઈ જવાથી ઘરવખરીનો સામાન પલળી ગયો છે. સાથે જ ગંદા પાણીના ભરાવાને કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ગંભીર પરિસ્થિતિને પગલે ગ્રામજનો મોટ