ગોધરા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વિવિધ સ્વીપ પ્રવૃત્તિઓમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની ઉત્સાહભેર ભાગીદારી
પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ માં જિલ્લાના નાગરિકોની ભાગીદારી વધે અને ખાસ કરીને યુવા મતદારો જાગૃત બને તેવા ઉમદા આશય સાથે જિલ્લા ચૂંટણી તંત્ર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા વિવિધ સ્વીપ પ્રવૃત્તિઓના માધ્યમથી પરિણામલક્ષી પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે.ચૂંટણી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લાની વિવિધ તાલુકાઓની પ્રાથમિક શાળાઓમાં અનેકવિધ પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે, જેમાં વિદ્યા