અરબ સાગરમાં સર્જાયેલું ‘શક્તિ’ નામનું વાવાઝોડું વધુ તીવ્ર બન્યું છે.ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો થતાં માછીમારો અને દરિયાઈ ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.વાવાઝોડાની અસરને લઈને પોરબંદરના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે તો વાવાઝોડાને લઈને વહીવટી વિભાગ પણ એલર્ટ બન્યું છે.