ગોધરા: સારંગપુર ગામે આડા સંબંધોની શંકાએ પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજાનો હુકમ કરાયો
ગોધરા તાલુકાના સારંગપુર ગામે પત્નીની હત્યાના કેસમાં ગોધરાની મુખ્ય સેશન્સ કોર્ટે પતિ દિલીપભાઈ કાભયભાઈ નાયકને આજીવન કેદ અને રૂ.10,000 દંડની સજા ફટકારી છે. આરોપીએ જુલાઈ 2023માં આડા સંબંધની શંકાએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી હતી. મામલે ગોધરા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા રજૂ કરાયેલા પુરાવા, ખાસ કરીને બાળ સાક્ષી અને એફએસએલ રિપોર્ટને આધારે કોર્ટે આરોપીને દોષિત ઠરાવ્યો હતો. સાથે જ પીડિત પક્ષને રૂ.1 લાખ વળતર ચૂકવવ