બનાસકાંઠા જિલ્લાના થાવરમાં હજુ પણ અનેક લોકો જીવી રહ્યા છે અંધકારમય જીવન. જેમને આજદિન સુધી વીજળી જેવી પ્રાથમિક સુવિધા જ નથી મળી.. ઝુપડપટ્ટીમાં રહેતા 45થી વધુ પરિવારો અને ચાર એકર જમીનમાં બનાવેલા એકલવ્ય નગરમાં 72 જેટલા ઘરોમાં વીજળીની સમસ્યા છે.. સરદાર આવાસ યોજના હેઠળ તેમને મકાન તો ફાળવી દેવામાં આવ્યા છે. પણ વીજળી ન મળતા જનજીવન પર અસર પડી રહી છે.