ગોધરા: ગોધરા શહેરના રહેમતનગર વિસ્તારમાં બકરીઓ બાબતે બોલાચાલી બાદ મહિલા પર હુમલો: ચાર સામે પોલીસ ચોપડે ગુનો નોંધાયો
ગોધરા શહેરના રહેમતનગર વિસ્તારમાં બકરીઓ ઘરે આવવા બાબતે થયેલી બોલાચાલીમાં એક મહિલા પર હુમલો થતાં ચાર લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પાડોશમાં રહેતા ફેસલ સત્તાર પઠાણ, રીઝવાના ફેસલ પઠાણ, સલીમા સત્તાર પઠાણ અને સાહેદા સરફરાઝ પઠાણે મહિલાને અસભ્ય ગાળો આપી ઝઘડો કર્યો હતો. ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા ફેસલે મહિલાને થપ્પડ અને ગડદાપાટુનો માર માર્યો હતો, જેથી તે જમીન પર પડી ગઈ હતી. અન્ય આરોપીઓએ પણ મારપીટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ગોધર