ગોધરા: ગોધરા શહેર સહિત જિલ્લામાં જોવા મળ્યો ગરમીનો પ્રકોપ, એરંડી ગામનું દંપતી ગરમીને કારણે બેભાન થયું
પંચમહાલ જિલ્લામાં, ખાસ કરીને ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ગરમીનો પ્રકોપ વધ્યો છે, જ્યાં તાપમાન 42°C સુધી પહોંચી ગયું છે. અસહ્ય ગરમીના કારણે એરંડી ગામમાં પતિ-પત્ની બેભાન થયા હતા. બંનેને ચક્કર આવ્યા બાદ 108 એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા, જ્યાં હાલ તેમની સ્થિતિ સ્થિર છે. ગરમીના કારણે આરોગ્ય સમસ્યાઓ વધી રહી છે. તંત્ર દ્વારા લોકોને બપોરે બહાર ન નીકળવા, પૂરતું પાણી પીવા અને ખાસ કાળજી રાખવાની અપીલ કરવામાં આવી છે.