ગોધરા: પંચમહાલ એલસીબી પોલીસે ચાંદીના ઘરેણા ભરેલી થેલીની ચોરી કરનાર ઇસમને કળશ સર્કલ પાસેથી ઝડપી પાડ્યો હતો
પંચમહાલ એલસીબી પોલીસે ગોધરા શહેરમાં થયેલી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. કળશ સર્કલ પાસેથી સોયેબ ઉર્ફે માટુંગા ઉર્ફે શીવા હુસેન ગુણીયાને રૂપિયા ૫૧,૭૪૭ના ચાંદીના ઘરેણા સાથે ઝડપી પાડવામાં આવ્યો. હ્યુમન સોર્સિસના આધારે વોચ ગોઠવી કાર્યવાહી કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ ૨ એપ્રિલે સોનીવાડ વિસ્તારમાં બાઈક પરથી લટકતી થેલી ચોરી કર્યાની કબૂલાત કરી. આથી ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલાયો છે