ગોધરા: શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના 12મા આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી કરવામાં આવી હતી
પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સાંસદ રાજપાલસિંહ જાદવના અધ્યક્ષસ્થાને ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાઈવ પ્રસારણ બાદ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ટ્રેનર્સ દ્વારા વિવિધ આસનો અને પ્રાણાયામ કરાવી તેના ફાયદા સમજાવવામાં આવ્યા હતા. આ ઉજવણીમાં જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો સ્ટાફ, વિદ્યાર્થીઓ અને વિવિધ સામાજિક