મુન્દ્રા: મુન્દ્રામાં જૈન સમાજનું ઐતિહાસિક સ્નેહમિલન: જિગરભાઈ છેડાએ વિકાસનો સંકલ્પ જણાવ્યો
Mundra, Kutch | Apr 9, 2026 મુન્દ્રામાં જૈન સમાજનું ઐતિહાસિક સ્નેહમિલન: વતન પરત ફરવા આહવાન મુન્દ્રા શહેર અને તાલુકા સમસ્ત જૈન સમાજનું પ્રથમ ઐતિહાસિક સ્નેહમિલન યોજાયું હતું. જેમાં મુન્દ્રામાં અત્યાધુનિક ભોજનશાળા અને સેનેટોરિયમ જેવી સુવિધાઓ વિકસાવવાનો સંકલ્પ લેવાયો હતો. મુંબઈ વસતા જૈન સાહસિકોને કચ્છના ઔદ્યોગિક વિકાસમાં જોડાઈ પુનઃ વતનમાં સ્થાયી થવા અને યુવાનોને રોજગારી આપવા ખાસ આહવાન કરવામાં આવ્યું હતું.