બારડોલી નગરના રહીશોના ફોર્મની મેપિંગ કાર્યવાહી બારડોલી નગર પાલિકા કચેરી ખાતે ચાલી રહી છે. પ્રતિદિન બપોરના 3 વાગ્યાથી 6 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ચૂંટણી પંચની નોટિસો આધારે વિવિધ દસ્તાવેજી પુરાવાઓ સાથે પાલિકા કચેરી ખાતે પહોંચેલા નાગરિકો પાસે જન્મનો દાખલો, વાલીઓના વિવિધ દાખલાઓ માંગતા લોકોએ આ પહેલા દાખલાઓ બી.એલ.ઓને સુપ્રત કર્યા જ છે મુજબ જણાવી હવે બીજીવાર માંગી શુ કામ હેરાન કરો છો મુજબ આક્રોશ વ્યક્ત કર્યો હતો.