રાજકોટ સ્થિત હેમુ ગઢવી હોલ ખાતે તાજેતરમાં યોજાયેલી રાજ્યકક્ષાની રાસ-ગરબા સ્પર્ધામાં જામનગર શહેરના શ્રી રાજશક્તિ રાસ મંડળે શાનદાર પ્રદર્શન કરીને પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે જેના કારણે સમસ્ત સૌરાષ્ટ્રનું ગૌરવ વધ્યું છે. ગુજરાતના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં રાજ્યભરના કલાકારોએ ભાગ લઈને ઉત્કૃષ્ટ કલા પ્રદર્શન કર્યું હતુ