ખંભાત: રણાસરની પરણીતા 6 વર્ષના પુત્ર સાથે ખંભાતથી ગુમ થતા પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી.
Khambhat, Anand | Oct 17, 2025 માતર તાલુકાના લીંબાસી નજીક આવેલા રણાસર ગામે રહેતી 29 વર્ષીય ભારતીબેન ધર્મેન્દ્રસિંહ 15મી તારીખના રોજ પોતાના છ વર્ષના પુત્ર ભૌતિક કુમાર સાથે ખંભાત શહેર પોલીસ મથકની હદમાંથી ક્યાંક ગુમ થઈ જવા પામી હતી. જેની લાગતા વળગતા તમામ સગાસબંધીઓને ત્યાં તપાસ હાથ ધરી હતી. તેમ છતાંય મળી આવી ન હતી.આ અંગે ખંભાત શહેર પોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.