કડી: કડી જોટાણા રોડ ઉપર સુરજ ગામ પાસે રોડ પર ઉભું રાખેલ ડમ્પર પાછળ બાઇક સાથે ઘૂસી જતાં TRB જવાન નું કરુણ મોત નિપજ્યું
Kadi, Mahesana | Sep 21, 2025 ગઈ તારીખ 20 સપ્ટેમ્બરની રાત્રે 10:30 વાગ્યાની આસપાસ મૂળ સુરજ ગામનો અને અમદાવાદ TRB (ટ્રાફિક બ્રિગેડ)માં ફરજ બજાવતો રાહુલ પરમાર તેનું મોટરસાયકલ લઈ ઘરે જતો હતો.તે દરમિયાન સુરજ ગામ પાસે આવેલ ભટાસણ જવાના રસ્તા પાસે એક રોડ ઉપર કોઈપણ પ્રકારની આડસ મૂક્યા વગર ઊભું કરેલ હોય.બાઈક લઈ જઈ રહેલ રાહુલ પરમાર ડમ્પરની પાછળ બાઈક સાથે ઘૂસી જતા તેને માથાના અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેથી તેનું કરુણ મોત નિપજ્યું હતું.કડી પોલીસ મથકે ડમ્પર ચાલક સામે ફરીયાદ.