રાજકોટ પૂર્વ: સિવિલમાં અનફિટ સર્ટિફિકેટમાં કૌભાંડ અંગે અધિક્ષકશ્રીએ નિવેદન આપ્યું
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મનમાં સફાઈ કામદારનાઅનફિટ સર્ટિફિકેટ માટેનું કૌભાંડ બહાર આવ્યું હતું. જેમાં હોસ્પિટલ કે મહાપાલિકાના અધિકારીઓ દ્વારા બોગસ સહી અને ચેકચાક કરી ગેરરીતિ કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આ વિશે આજે સાંજે પાંચવાગ્યાની આસપાસ સિવિલ અધિક્ષક ત્રિવેદીએ નિવેદન આપતા જણાવ્યું હતું , બોગસ સહી સિક્કા તેમજ ચેકચાક વાળા સર્ટિફિકેટ અમાન્ય ગણાય છે. તેમજ આ માટે કોઈ એજન્ટ નહીં હોવાના બોર્ડ પર તેમણે ચેમ્બર બહાર લગાડ્યા હોવાનો બચાવ કર્યો હતો.