ગોધરા: ગોવિંદ ગુરુ યુનિમાં નવા સત્રથી સ્નાતક કક્ષાના 31 નવા કોર્સ શરૂ
ગોધરાની શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીમાં આગામી ટર્મથી જિલ્લાના અંગ્રેજી માધ્યમના છાત્રોને અન્ય જવુ ન પડે તે માટે ઘર આંગણે જ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસનો પ્રારંભ કરાયો છે. સાથે સાથે સ્થાનિક યુનિવર્સિટીમાં જ વિદ્યાર્થીઓને વિવિધ કોર્ષનો લાભ મળી શકે તે માટે નવા 31 કોર્ષનો પ્રારંભ કરવામાં આવ્યો છે,ગોવિંદ ગુરૂ યુનિ.ના વિંઝોલ ખાતે હાલમાં અનુસ્નાતક અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. પરંતુ વિસ્તારના વિદ્યાર્થીઓની માંગ અને આવશ્યકતા