વિજાપુર: વિજાપુર રોટરી કલબ હોલ ખાતે વડાપ્રધાન જન્મ દિવસની ઉજવણીના ભાગ રૂપે રક્ત દાન કેમ્પ યોજાયો ધારાસભ્ય હાજર રહ્યા
ભારત દેશના વડાપ્રધાનના 75માં જન્મદિવસની ઉજવણી નિમિતે તાલુકા પ્રાથમિકશાળાશિક્ષકસંઘ અને આરોગ્ય કર્મચારીઓ એપીએમસી ભાજપ સંગઠન અને સમગ્ર વહીવટી તંત્ર અને વોલન્ટરી બ્લડબેંક સયુંકત ઉપક્રમે રોટરી ક્લબહોલ ખાતે આજરોજ મંગળવારે સવારે 10 થી બપોરે 2 કલાક સુધી બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 75 માં જન્મ દિવસને લઈ 375 જેટલી બોટલ એકઠી કરવામાં આવી હતી.જેમાં ધારાસભ્ય સી.જે ચાવડા સહિત રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા.