અમદાવાદ શહેર: સરદારનગરમાં SMC એ દરોડા પાડી જુગાર ધામ ઝડપ્યુ
સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી રાજધાનીની ચાલીમાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે (SMC) દરોડો પાડ્યો છે. આ કાર્યવાહીમાં SMCએ ૧૦ જુગારીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર હર્ષદ ઉર્ફે મુંગડો અને સુધીર તમાંચી સહિત ૧૬ આરોપીઓ ફરાર થઈ ગયા છે. પોલીસે રોકડ, ૧૧ મોબાઈલ અને ૧૧ વાહનો મળી કુલ રૂ. ૧૧.૯૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.