વઢવાણ: *સ્ટાઇપેન્ડ, મફત ST બસ પાસ, MOU અને ઓન-ધ-જોબ ટ્રેનિંગ જેવી યોજનાઓ તાલીમાર્થીઓ માટે સહાયરૂપ*આચાર્ય આપી પ્રતિક્રિયા
સુરેન્દ્રનગર જિલ્લાની ITIsની વિકાસગાથા પરથી સ્પષ્ટ થાય છે. સુરેન્દ્રનગર ITIના પ્રિન્સિપાલ શ્રી પી.કે.શાહે આ પરિવર્તન વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૧માં સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર ૪ સરકારી ITI (સુરેન્દ્રનગર, ચોટીલા, ધ્રાંગધ્રા અને પાટડી) અને ૪ ગ્રાન્ટેડ ITI સહિત કુલ ૮ સંસ્થાઓ કાર્યરત હતી. આ સંસ્થાઓમાં વાયરમેન, ફીટર, મોટર મિકેનિક્સ જેવા પરંપરાગત વ્યવસાયોની તાલીમ આપવામાં આવતી હતી. જેમાં પણ મર્યાદિત બેઠકો જેની સંખ્યા ૧૫૦૦ આસપાસ હતી.