રાજુલા સીટીની સરકારી જનરલ હોસ્પિટલમાં એમ.ડી. ફિઝિશિયનની નિમણૂક અને આધુનિક સુવિધાયુક્ત આઈ.સી.યુ. કેર યુનિટ શરૂ કરવા માટે લોકમાંગ ઉઠી છે. હૃદયરોગ જેવી ગંભીર બિમારીઓ માટે દર્દીઓને 140 કિલોમીટર દૂરની ખાનગી હોસ્પિટલોમાં જવું પડતું હોવાથી તાત્કાલિક આરોગ્ય સુવિધા આપવા માંગ આજ તા.૧૪ના રવિવારના રોજ સાંજે ૭.૦૦ કલાકે કરવામાં આવી છે.