ભાવનગર શહેર: બોરતળાવ વિસ્તરમાં મંગેતર સાથે જઈ રહેલા યુવાન પર છરી વડે હુમલો કરી લૂંટ
Bhavnagar City, Bhavnagar | Apr 2, 2026
બોર તળાવ વિસ્તારમાં ઈસ્કોન-કાળીયાબીડ રોડ પર એક યુવક પોતાની મંગેતર સાથે વોકિંગ કરતા કરતા વાતચીત કરી રહ્યો હતો, ત્યારે એક્ટિવા પર આવેલા બે અજાણ્યા શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવી હતી, લૂંટારુઓએ છરી બતાવી પૈસાની માંગણી કરી હતી અને જ્યારે યુવતીએ વીડિયો ઉતારવાની કોશિશ કરી ત્યારે યુવાનને છરીનો ઘા ઝીંકી દીધો હતો, આ શખ્સો આશરે 8 થી 10 હજારની રોકડ, મોબાઈલ અને પર્સ લઈને ફરાર થઈ ગયા હતા, ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.