દસ્ક્રોઈ: લો બોલો ત્રણ મહિલાઓએ DySPનો ફ્લેટ પચાવી પાડ્યો, ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
લો બોલો DySPનો ફ્લેટ પચાવી પાડડ્યો: 95 લાખનો ફ્લેટ ત્રણ મહિલાને રહેવા આપ્યા બાદ 5 વર્ષે પણ ખાલી ન કર્યો, અમદાવાદમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં અમરેલી જિલ્લાના DySP એ.જી. ગોહિલ ના મકાન પર ત્રણ મહિલાઓએ ગેરકાયદે કબજો જમાવી દીધો છે. આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ 15 તારીખના 12 વાગ્યાની આસપાસ ફરિયાદ નોંધાઈ છે.