અસારવા: બેંગકોકથી અમદાવાદની ફલાઈટમાંથી 6 કિલો ગાંજા સાથે એક શખસ ઝડપાયો
બેંગકોકથી અમદાવાદની ફલાઈટમાંથી 6 કિલો ગાંજા સાથે એક શખસ ઝડપાયો: અબુ ધાબીથી અમદાવાદ એરપોર્ટ આવેલા મુસાફર પાસેથી વિદેશી સિગારેટનો જથ્થો પકડાયો અમદાવાદ આંતર રાષ્ટ્રીય એરપોર્ટ પર નશીલા પદાર્થો સહિત વિદેશી સિગારેટની દાણચોરીનું પ્રમાણ વધતું જાય છે. જો કે કસ્ટમ વિભાગના અધિકારીઓની બાજ નજરના કારણે દાણચોરી કરનારા શખ્સો ઝડપાઈ જાય છે. આજે વહેલી સવારે તથા ત્યારબાદ આવેલી બે ફલાઇટમાં આવેલા મુસાફરોને ઝડપી લઇને ગાંજો (ભાંગ) અને વિદેશી સિગારેટનો જથ્થો પકડી.....