રાજકોટ: બેડી ચોકડી પાસે ટ્રક ચાલકે બાઈક સવારને હડફેટે લેતા ઘટના સ્થળે જ કરુણ મોત,પરિવારમાં માતમ છવાયો, પોલીસ કાફલો ઘટના સ્થળે
Rajkot, Rajkot | Oct 1, 2025 ગઈકાલે રાત્રે 12:30 વાગ્યાની આસપાસ શહેરની બેડી ચોકડી નજીક આવેલ બાલગોપાલ હોટલ પાસે એક ટ્રક ચાલકે બાઇક સવારને હડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવને પગલે પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.