મુન્દ્રા: ગુંદાલાની કંપનીમાં ઉંચાઈએથી પટકાતાં યુવાનનું મોત
Mundra, Kutch | Oct 9, 2025 મુન્દ્રા : તાલુકાના ગુંદાલા ગામે આવેલ કંપનીમાં ઉંચાઈએથી પટકાતા યુવાનનું મોત થયું હતું. આ બાબતે મળતી વિગતો મુજબ મૂળ ઉત્તરાખંડના હાલે ગ્રેવીટા કેપનીની લેબર કોલોનીમાં રહેતા સુભાન મહેરબાન ઉર્ફે દિલાવર અયુબ ગાડે નામનો ૨૨ વર્ષિય યુવૅક ગ્રેવીટા કંપનીમાં લોખંડના શેડના કામ માટે ઉપરના ભાગે ચડ્યો હતો અને પતરા લગાવવાનું કામ કરતો હતો ત્યારે સેફટી બેલ્ટનો હુંક એંગલમાં નાખવા જતા એંગલ પરથી પગ લપસતા જમીન પર પડી જતા માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવાના કારણે મોત