ભાવનગર શહેર: જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે રથયાત્રા સમિતિ અને પોલીસ તંત્ર વચ્ચે મહત્વની બેઠક યોજાઈ
Bhavnagar City, Bhavnagar | Jul 6, 2026
ભાવનગર જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે રથયાત્રા સમિતિ અને પોલીસ તંત્રની મહત્વની બેઠક યોજાઇ હતી. જે બેઠકમાં આગામી રથયાત્રા ને લઈને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવતા બંદોબસ્ત અંગે વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. આ મિટિંગમાં રથયાત્રા સમિતિના અધ્યક્ષ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ તેમજ જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.