રાણાવાવ પંથકના જાંબુગામે રહેતા વિપુલ અમરભાઈ પરમાર નામના યુવાને ગત 18 સપ્ટેમ્બરના તેમના ઘરે ઝેરી દવા પી લીધી હતી.આ ઘટના બાદ આ યુવાનને પોરબંદર અને રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો ત્યારે આ યુવાનનું રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થતા રાણાવાવ પોલીસે બનાવ નોંધ્યો છે.