તારાપુર: તારાપુર ચોકડી પર ઉછીના આપેલા પૈસા લેવા ગયેલા કોન્ટ્રાક્ટરને માર મારતાં ફરિયાદ
Tarapur, Anand | Jun 6, 2026 નડીઆદ ખાતે રહેતા સંદિપકુમાર નટુભાઈ પરમાર કોન્ટ્રાક્ટર તરીકેનો વ્યવસાય કરે છે. તેઓ છેલ્લા અઢી વર્ષથી પાંદડ ગામે આવેલી જે. ડી. કંપનીમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. કંપનીમાં કિશનભાઈ ભરવાડ માલસામાન સપ્લાય કરવાનું કામ કરતા હોય, એક વર્ષથી તેમને ઓળખતો હતો.કિશન ભરવાડે ડિઝલ માટે પૈસાની જરૂર હોય, સંદિપકુમાર પાસે 1,51,582 રૂપિયાની માંગણી કરીને બે દિવસમાં પાછા આપી દેવાનો વાયદો કર્યો હતો. જેથી સંદિપકુમારને આપેલા નાણાં પરત માંગવાની બાબતે માર માર્યો હતો.