પોરબંદર: પોરબંદરમાં રખડતા શ્વાન પકડવાની કામગીરી શરૂ, મનપાએ 10 શ્વાનનું કર્યું ખસીકરણ
પોરબંદર મનપા દ્વારા રખડતા શ્વાન પકડવાની ઝુંબેશ શરૂ કરાઈ છે. વીર ભનુની ખાંભીથી ઇન્દિરાનગર સુધીના વિસ્તારમાંથી 10 શ્વાન પકડી તેમનું ખસીકરણ કરવામાં આવ્યું છે. આ શ્વાનોને ઓડદર એ.બી.સી. સેન્ટર ખાતે 6 દિવસની તબીબી દેખરેખમાં રખાયા છે.