વઢવાણ: શિવ રંજની સોસાયટીમાં થી ઓવરલોડ ડમ્પર પસાર થવા મામલે સ્થાનિકોએ પ્રાંત અધિકારી ને રજૂઆત કરી
વઢવાણ મેળાના મેદાન પાસે આવેલી શિવ રંજની સોસાયટીમાં દરરોજ અંદાજે 250 થી વધુ ઓવરલોડ ડમ્પર પસાર થતાં હોવાથી સ્થાનિકોને હાલાકી ભોગવવી પડે છે જેને લઈને સ્થાનિકો દ્વારા પ્રાંત અધિકારી ને રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.