અમીરગઢ: રામપુરા વડલાનો મુખ્ય ઘરનાળુ વરસાદના કારણે ધોવાઈ જતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે
અમીરગઢના રામપુરા વડલાનો મુખ્ય ઘરનાળુ વરસાદના કારણે ધોવાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે ત્યારે રામપુરા વડલા બાજુમાં નવીન બ્રિજ નું કામ શરૂ કરાતા બાજુમાં અવરજવર કરવા માટે સર્વિસ રોડ બનાવવામાં આવ્યો હતો પરંતુ ભારે વરસાદના કારણે સર્વિસ રોડ તૂટી જતા આસપાસના ગામ લોકોને પાલનપુર કે અમીરગઢ જવા લાંબો ફેરો કરવો પડી રહ્યો છે ત્યારે સ્થાનિક લોકોએ ઘરનાળાનો જલ્દી નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી છે