ગોધરા: ઇન્દોર-અમદાવાદ હાઇવે પર વાહનચાલકોને મોટી રાહત: સંતરોડ નજીક પાનમ નદી પરનો બ્રિજ 4 વર્ષ બાદ ફરી શરૂ કરાયો
ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 47 પર વાહનચાલકો માટે રાહતના સમાચાર છે. મોરવા હડફના સંતરોડ નજીક પાનમ નદી પર છેલ્લા 4 વર્ષથી બંધ પડેલો એક તરફનો જર્જરિત બ્રિજ સમારકામ બાદ ફરી શરૂ કરાયો છે. રાજ્યસભા સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓની હાજરીમાં આ બ્રિજનું લોકાર્પણ કર્યું હતું.આ બ્રિજ બંધ હોવાને કારણે હાઇવે પર કલાકો સુધી ભારે ટ્રાફિક જામ સર્જાતો હતો. સાંસદના સક્રિય પ્રયાસોથી કામગીરી પૂર્ણ થતાં હવે બંને તરફના બ્રિજ શરૂ થઈ ગયા છે,