કુકરમુંડા: ગોરાસા ગામે આધેડે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
કુકરમુંડા તાલુકાના ગોરાસા ગામે આધેડે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ 3 કલાકે મળતી વિગત મુજબ ગોરાસા ગામના 54 વર્ષીય આધેડ સુદામ પાડવી જેઓ ઘણા વર્ષથી બાવીસી ની બિમારીથી પીડાતા હોય જેમણે ઘરમાં કોઈ નહીં હોય ત્યારે અગમ્ય કારણોસર નાયલોન ની દોરી વડે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.બનાવને લઈ કુકરમુંડા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.