મહુવા: મહુવા શહેરમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી
વહેલી સવારથી શરૂ થયેલી ડિમોલિશન કાર્યવાહી દરમિયાન સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 2 JCB, 3 ટ્રેક્ટર, 1 ફાયર બ્રિગેડ અને ભારે પોલીસ કાફલા સાથે ચીફ ઓફિસર સ્થળ પર પહોંચ્યા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કાર્યવાહી હાથ ધરાઈ હતી. સ્થળ પર મોટી સંખ્યામાં લોકો પણ એકત્ર થયા હતા.