અમદાવાદ શહેર: ચાંદખેડા તોડકાંડના આરોપી પોલીસકર્મીઓની ઓળખ થઈ, DCP ભરત રાઠોડનું નિવેદન
અમદાવાદના રીંગ રોડ પર તાજેતરમાં પોલીસ દ્વારા જ બે અલગ અલગ પ્રકરણમાં બે મોટા તોડ કરવામાં આવ્યા. તોડકાંડ મામલે બે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જે પૈકી ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોલીસના તોડની ફરિયાદ મામલે ચાંદખેડા પોલીસે તપાસ કરતા તોડ કરનાર ચાર વ્યક્તિઓ પૈકી બે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલ અને બે ટ્રાફિકના ટીઆરબી જવાન હોવાનું સામે આવ્યું છે. હાલ તમામ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.