વિજાપુર: વિજાપુર ગેરીતા ગામે બે ઈસમોએ ઘર આગળ આવી તમારી મહિલાઓએ કેમ બોલાચાલી કરી તેમ કહી ઊંધી તલવાર મારતાં બે સામે ફરીયાદ
વિજાપુર ગેરીતા ગામે રહેતા જીતેન્દ્ર સિંહ ચૌહાણ ને તેમના પાડોશી લાલ સિંહ અને દીકરો દેવરત સિંહ ઘર આગળ આવી તમારી મહિલાઓ અમારી મહિલાઓ સાથે કેમ બોલાચાલી કરી હતી. તેમ કહી ઊંધી તલવાર બરડા ઉપર મારી ઇજા કરતા અને તેમની માતા ને ગડદા પાટું માર મારતાં બે ઈસમો સામે પોલીસ મથકે જીતેન્દ્રસિંહ ચૌહાણ એ ફરીયાદ નોંધાવી છે. પોલીસે આજરોજ ગુરુવારે સાંજે પાંચ કલાકે બે જણા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.