લીંબડી: લીંબડી હાઇવે પર છાલીયા નજીક યાત્રાળુ પર ભમરીયા મઘમાખીઓએ કર્યો હુમલો ઇજાગ્રસ્તોને સારવારમાં માટે લીંબડી સિવિલ ખસેડાયા હતા
ખેડા જિલ્લાના લોકો પગપાળા ચોટીલા દર્શનાર્થે જઈ રહ્યા હતા ત્યારે લીંબડી હાઇવે પર 8 નવેમ્બર બપોરે 3 વાગ્યે છાલીયા તળાવ સાઈડથી ઊડેલી ભમ્મરીયા મધની મધમાખી નુ ઝુંડ એકાએક પગપાળા જતા લોકો ઉપર તુટી પડી હતી. ત્યારે યાત્રાળુ સંઘ ના નાના બાળકો સહિત લોકોને ડંખ માર્યા હતા. તમામ લોકોને 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર આપી વધુ ડંખ લાગ્યા હોવાને કારણે તમામ લોકોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા હતા.