ગોધરા: શહેરના વાવડી બુઝર્ગ સ્થિત વિવિધ હનુમાનજી મંદિરોમાં શ્રી હનુમાનજી જન્મોત્સવની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.
ગોધરા શહેરમાં ચૈત્રી પૂર્ણિમાના અવસરે શ્રી હનુમાન જન્મોત્સવ ભક્તિભાવથી ઉજવાયો. વાવડી બુઝર્ગ સહિત વિવિધ હનુમાનજી મંદિરોમાં વિશેષ કાર્યક્રમો યોજાયા, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. વહેલી સવારથી મંદિરોમાં ભીડ જોવા મળી અને ભક્તોએ શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા. હનુમાનજીને ફૂલમાળા, આકર્ષક વસ્ત્રો અને આભૂષણોથી શણગારવામાં આવ્યા તથા મંદિરોને લાઈટિંગ અને ફૂલોથી સજાવવામાં આવ્યા. પૂજન, આરતી, હનુમાન ચાલીસા પાઠ, ભજન અને પ્રસાદ વિતરણ જેવા કાર્યક્રમો યોજાયા. સમગ્