લીંબડી: લીંબડી ના ઉંટડી ગામે મારામારી ની ઘટનામાં એક યુવાન પર હુમલો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયો.
લીંબડી ના ઉંટડી ગામે રહેતા દેવકરણ લક્ષ્મણભાઈ સિંધવે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે ગાયો ભેંસોનુ ટોળુ લઇ નીકળ્યો ત્યારે સામાન્ય બાબતે બોલાચાલી કરી ઉશ્કેરાઈ જઈ ધારીયા વડે માથાના ભાગે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોચાડી અન્ય લોકો એ લાકડીઓ પાઇપ વડે હુમલો કરી માર માર્યાની ફરિયાદ લીંબડી પોલીસ સ્ટેશને નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.