શહેર વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ઉજવાતા શહેરી વિકાસ દિવસ–૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે આજે ધોળકા ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું લાઇવ ટેલિકાસ્ટ રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં કરવામાં આવ્યું હતું. આ સંદર્ભે ડભોઇ નગરપાલિકા ખાતે નગરપાલિકા પ્રમુખ શ્રી બીરેન શાહના અધ્યક્ષસ્થાને ‘વુમન ફોર ટ્રી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સખી મંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.