ખંભાત પંથકમાં પતંગ દોરીથી 22 જેટલા પક્ષીઓ ઘાયલ થયાનો આંકડો સામે આવ્યો છે.જેમાં 14 જેટલા કબૂતર, 2 પેન્ટાસ્ટોક, 1 બગલો, 1 પોપટ, 1 કાગડો, 1 આઈબીશ, 1 ટીટોડી, 1 બતક સહિત મળી કુલ 22 જેટલા પક્ષીઓને દોરીથી વધતા ઓછા પ્રમાણમાં ઇજાઓ પહોંચી હતી.જ્યારે પતંગ દોરીથી 1 કબૂતર અને 1 આઈબીસ એમ કુલ 2 પક્ષીઓના મોત થયા છે. ઘવાયેલા પક્ષીઓને સ્વયંસેવકો અને વનવિભાગ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત સારવાર કેન્દ્રો પણ લાવવામાં આવ્યા હતા.ડોકટરો દ્વારા પક્ષીઓની સારવાર કરાઈ હતી