પલસાણા ગામ ખાતે રહેતા અને ફોટોગ્રાફીનો ધંધો કરતા 21 વર્ષીય વિરાજ નિલેશભાઇ પટેલ પોતાના પલસાણામાં રહેતા મિત્ર ધવલ સુનિલભાઈ ભાવસાર સાથે પોતાની બુલેટ રોયલ ઇનફોલ્ડ બુલેટ નંબર MH 47 AC 2099 લઇને બારડોલી નીકળ્યા હતા દરમ્યાન વિંડસોર કાર નંબર GJ 05 JU 9922 ના ચાલકે પોતાના કબજાની કારને બારડોલી તરફથી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી રોડના કટ માંથી અચાનક વાળી કડોદરા થી બારડોલી જતા રોડ ઉપર લાવી દેતા બુલેટ સાથે ભટકાતા બે ઈસમોને સારવાર અર્થે સુરત ખસેડાયા